નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીનું ગઠબંધન સફળ ન થયા બાદ માયાવતીએ એકલા હાથે પેટા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. મંગળવારે પત્રકારો સાથે વાત કરતાં માયાવતીએ કહ્યું કે, સમાજવાગી પાર્ટીમાં હજુ ઘણો સુધાર કરવાની જરૂર છે. લોકસભા ચૂંટણીમાં સપાના મત બસપા અને સપા બંનેને મળ્યા નથી. એટલે લોકસભા ચૂંટણીમાં એવા પરિણામ મળ્યા કે જેનાથી બેઠક બચાવવામાં સફળતા મળી નથી. માયાવતીએ અખિલેશ યાદવને કહ્યું કે, તે રાજનીતિક કાર્યોની સાથોસાથ પોતાના કાર્યકરોને બસપાની જેમ એક મિશનરી મોડ પર એકજૂથ કરવામાં સફળ થાય છે તો આગામી સમયમાં અમે એમની સાથે રહી શકીએ છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માયાવતીએ પોતાની પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં કહ્યું કે, અખિલેશ યાદવે એમનું ઘણું સન્માન કર્યું છે. માયાવતીએ કહ્યું કે, અખિલેશ યાદવના સમગ્ર પરિવારનું પણ અમે ઘણું સન્માન કરીએ છીએ. સપા બસપાના સંબંધો રાજકીય સ્વાર્થ માટે નથી. અમારા એમની સાથેના સંબંધ લાંબા સમય સુધી ટકી રહેશે. 


બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે, પરંતુ રાજકીય વિવશતાને નજરઅંદાજ ન કરી શકાય. સપાના કાયમી કહેવાતા મત પણ એમને નથી મળ્યા. સમાજવાદી પાર્ટી સાથે યાદવ સમાજ પણ હવે નથી રહ્યો, યાદવ પ્રભુત્વવાળી બેઠકો પર પણ સપાના મજબૂત ઉમેદવાર પણ હાર્યા છે. બદાયૂં, કન્નૌજ અને ફિરોજાબાદ બેઠક પર સપાના ઉમેદવારોની હાર એ ઘણું બધુ વિચારવા માટે મજબૂર કરે છે. 


દેશના અન્ય લેટેસ્ટ ન્યૂઝ, જાણો